SBI Clerk Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિયેટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની જગ્યા માટે ઓનલાઈન અરજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
SBI ક્લાર્ક ભરતી 2025
આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ભરતી ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકમાં કારકિર્દી બનાવવાની શાનદાર તક પૂરી પાડે છે. આ લેખમાં, અમે SBI જુનિયર એસોસિયેટ ૬,૫૮૯ (૫૧૮૦ નિયમિત + ૧૪૦૯ બેકલોગ) ભરતી 2025 વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે પાત્રતા, અરજી પ્રક્રિયા, પરીક્ષા તારીખો, પસંદગી પ્રક્રિયા, પગાર અને અરજી કરવાની માહિતી આપીશું.
SBI જુનિયર એસોસિયેટ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
- સ્નાતક કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 31/12/2025 અથવા તે પહેલાંની છે.
- જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે, શરત એ છે કે, જો કામચલાઉ ધોરણે પસંદગી કરવામાં આવે, તો તેમણે 31/12/2025 ના રોજ અથવા તે પહેલાં ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે.
SBI ક્લાર્ક ભરતી 2025 ની પસંદગી પ્રક્રિયા
SBI જુનિયર એસોસિયેટ ભરતી 2025 ની પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કા છે:
- પ્રિલિમ્સ પરીક્ષા
- મેન્સ પરીક્ષા
- લોકલ લેંગ્વેજ પ્રોફિસિયન્સી ટેસ્ટ (LLPT)
અરજી ફી
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિયેટ ભરતીમાં અરજી ફી જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ ઉમેદવાર માટે 750/- Rs અને એસસી/એસટી/પીડબલ્યુબીડી/એક્સએસ/ડીએક્સએસ ઉમેદવારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહિ.
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
ઉમેદવારે www.sbi.co.in પર જાઓ અને “Careers” > “Current Openings” > “Recruitment of Junior Associates” પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે પાસપોર્ટ-સાઈઝ ફોટો, સહી અપલોડ કરવાની રહેશે.તમે ભરેલ ફોર્મની બધી વિગતો ચકાસો અને અરજી સબમિટ કરો. ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ કરી રાખજો.