અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025: 214 મહીલા અને 436 પુરૂષ ઉમેદવાર માટે નોકરી

Published on: August 21, 2025
Ahmedabad Traffic Brigade Recruitment 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

 Ahmedabad Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની પસંદગી કરવામાં આવનારી છે. જેમાં ૨૧૪ મહીલા અને ૪૩૬ પુરૂષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે. જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

ટ્રાફિક બ્રિગેડ એ માનદસેવા છે. સરકારી / અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા ૩૦૦/- માનદવેતન તરીકે આપવામાં આવશે.

નિમણુક માટે અને શૈક્ષણિક લાયકાત

  • ઉંમર: – ૧૮ થી ૪૦ વર્ષ
  • ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૯ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત.
  • નોંધ : અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

અન્ય શરતો

  • શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઇન્ટર્વ્યુ ના આધારે મેરીટ લીસ્ટ બનશે. (જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઇ શકાશે. જેના આધારે પસંદગી થશે.)
  • પોલીસ, SRP,સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ.લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રકીયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.
  • અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિધાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. (રેક્ટરશ્રીનુ પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફી ની રસીદ આધાર તરીકે રજુ કરવાની રહેશે.)
  • અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકશો.
    અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.

અરજી ફોર્મ મેળવવાની તારીખ :- તા.૨૫/૦૮/૨૦૨૫ થી તા. ૧૮/૦૯/૨૦૨૫ સુધી સવાર કલાક ૧૧.૦૦ થી ૧૮.૦૦ સુધીમાં મેળવી શકાશે.

અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ

  • તા.૨૫/૦૮/૨૦૨૫ થી તા.૨૦/૦૯/૨૦૨૫ સુધી સવાર કલાક ૧૧.૦૦ થી ૧૮.૦૦ સુધી જમા કરાવી શકાશે.
  • સ્થળ :- PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર

ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ પોલીસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોકત સ્થળે રૂબરુ જમા કરાવવાના રહેશે. https://cpahmedabad.gujarat. gov.in/ અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહીત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે પરત જમા કરાવવાના રહેશે.

Leave a Comment