આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સના વેતનમાં વધારો: જાણો કેટલો પગાર મળશે

Published on: August 20, 2025
Anganwadi Workers And Helper Salary Hike
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

ગુજરાત હાઇકોર્ટનો 20 ઓગસ્ટ, 2025ના રોજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સના પગારમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. આંગણવાડી વર્કર્સ (AWW) અને આંગણવાડી હેલ્પર્સ (AWH) ના વેતનમાં વધારા અંગે મહત્વનો હુકમ આજે આપવામાં આવ્યો હતો.

આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સના વેતનમાં વધારો

આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને માસિક ₹20,300નું વેતન ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નવા વેતન ધોરણો 1 એપ્રિલ, 2025થી લાગુ થશે, અને આ તારીખથી બાકી રહેલી રકમ (arrears) પણ ચૂકવવાની રહેશે

આ ચુકાદો રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત કર્મચારીઓને લાગુ પડશે, એટલે કે તે ફક્ત અરજી કરનાર કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી.

આંગણવાડી કર્મચારીઓની ભૂમિકા

આંગણવાડી કર્મચારીઓ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળ વિકાસ, માતૃ આરોગ્ય, અને પોષણ સંબંધિત કાર્યક્રમોનો આધાર છે. તેઓ નીચેની મહત્વની ફરજો નિભાવે છે:

  • બાળકોને પૂરક પોષણ આપવું.
  • ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.
  • બાળકોનું રસીકરણ અને આરોગ્ય તપાસણી.
  • પૂર્વ શાળાકીય શિક્ષણ અને સમુદાય જાગૃતિ.

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓ માટે ભરતી

થોડા દિવસ પહેલા બાળવિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઇન દરેક જિલ્લાઓમાં માં અરજી માંગવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

Leave a Comment