Bagayati kheti Yojana 2025 : ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડુત પોર્ટલ પર બાગાયતી ખેતી (Horticulture Farming) પણ ખેડૂતોને વધારાની આવકનું સશક્ત માધ્યમ બની રહે એ માટે બાગાયતી ખેતી યોજના 2025 હેઠળ સરકાર ખેડૂતોને વિવિધ સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
બાગાયતી ખેતી યોજના 2025
આ ફળપાક, શાકભાજી પાકો તેમજ વિવિધ પાકો માટે આ બાગાયતી યોજના હેઠળ સહાય આપવામાં આવશે જેની યાદી નીચે આપેલ છે.
બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓની યાદી
- શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
- સરગવાની ખેતીમાં સહાય
- આંબા તથા જામફળ – ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
- કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
- કેળ (ટીસ્યુ) – ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- પપૈયા – ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
- ક્રોપ કવર (શાકભાજી પાકો માટે)
- ક્રોપ કવર / બેગ (કેળ / પપૈયા પાક માટે)
- દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર
- ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફૂટ))
- કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
- નાની નર્સરી (૦.૪૦ થી ૧ હે.)
- ફાર્મ ગેટ પેકહાઉસ મુવેબલ હેન્ડલીંગ ટ્રોલી, શોર્ટીંગ ટેબલ અને ફાર્મ ગેટ સ્ટેન્ડઅલોન કોલ્ડ સ્ટોરેજ સાથે
- મોબાઇલ પ્રોસેસીંગ યુનિટ
- કોલ્ડ રૂમ (સ્ટેગીગ)
- નોન પ્રેશરાઇઝડ રાઇપનીંગ ચેમ્બર CS-3
- ઔષધિય પાક
- સોલર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે)
- મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ
- રાજયમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના અંગેનો કાર્યક્રમ
- કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (ફક્ત એસ.ટી માટે)
બાગાયતી ખેતી યોજના 2025 અરજી કરવાની તારીખ
બાગાયત ખાતાના નીચે મુજબના વિવિધ ઘટકો માટે આઈ ખેડુત પોર્ટલ પર તા. ૧૮/૦૮/૨૦૨૫ થી તા.૦૧/૦૯/૨૦૨૫ ઓનલાઈન અરજી કરી શકાશે.
અરજી કરવાની પ્રક્રિયા
બાગાયતી ખેતી યોજના માટે ખેડૂતો નીચે મુજબ અરજી કરી શકે છે:
- રાજ્યની બાગાયતી વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ikhedut.gujarat.gov.in જઈને ઓનલાઈન અરજી કરો.
- જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, જમીન દસ્તાવેજ, બેંક એકાઉન્ટ, પાસબુક નકલ).
- તમને જે પણ એપ્લિકેશન નંબર મળશે એ તમારે નોંધ કરી લેવાનો રહેશે