ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક: ૨૩૭/૨૦૨૪૨૫, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૭/૨૦૨૫૨૬,૩૨૫/૨૦૨૫૨૬, ૩૦૫/૨૦૨૫૨૬, ૩૦૬/૨૦૨૫૨૬, ૩૧૩/૨૦૨૫૨૬ અને ૩૨૦/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચનાની જાહેરાત કરવામાં આવી હતી.
GSSSB દ્વારા વિવિધ પરીક્ષા તારીખ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
પરીક્ષાના આયોજનમાં ફેરફાર કરવાની કે રદ કરવાની મંડળની
પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
પરીક્ષાના સંવર્ગનું નામ
લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ), વર્ગ-૩ , વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩, જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩, સર્વેયર, વર્ગ-૩ , આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩, લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩,મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩, માઇન્સ સુપરવાઇઝર, વર્ગ-૩
ઉમેદવારોએ GSSSBની સત્તાવાર વેબસાઇટ (gsssb.gujarat.gov.in) પરથી નવીનતમ અપડેટ્સ, કોલ લેટર અને સલેબસની વિગતો ની માહિતી મળી રહેશે તેમજ અનિવાર્ય સંજોગોને કારણે પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે તો જેની જાણકારી વેબસાઇટ પર આપવામાં આવશે.