ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઈટ ઉપર જાહેરાત ક્રમાક: ૨૩૭/૨૦૨૪૨૫ અને જાહેરાત ક્રમાક: ૩૦૪/૨૦૨૫૨૬ વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની અગત્યની સૂચના માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
GSSSB દ્વારા સ્પર્ધાત્મક કસોટી મુલતવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઈટ ઉપર તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અગત્યની સૂચનાથી મંડળની જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ), વર્ગ-૩ અને જાહેરાત ક્રમાંક : ૩૦૪/૨૦૨૫૨૬ વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ અનુક્રમે સમય ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને ૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક દરમિયાન કરવામાં આવેલ હતું.
ગુજરાત જાહેર સેવા આયોગની આજ દિવસે પરીક્ષા હોવાથી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ સંવર્ગની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલ હોવા અંગે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતો અન્વયે ઉક્ત બન્ને સંવર્ગોની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે છે.
નવી પરીક્ષાની તારીખ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરશે
આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની તારીખ હવે પછી નિયત થયેથી મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
ઉમેદવારોએ GSSSBની સત્તાવાર વેબસાઇટ (gsssb.gujarat.gov.in) પર નવી પરીક્ષાની તારીખની માહિતી મુકાશે અને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ માટે સમયાંતરે વેબસાઇટ ચેક કરતા રહેવું.