ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ના તમામ જિલ્લાઓમાં આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, મહત્વની તારીખો તેમજ અરજી કરવાની માહિતી આ લેખમાં આપેલ છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત આંગણવાડી |
ભરતી વર્ષ | 2025 |
પોસ્ટનુ નામ | આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર |
કુલ ખાલી જગ્યાઓ | 9000+ |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
લાયકાત | ધોરણ 10 અને 12 પાસ |
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
ધોરણ 10 અને ધોરણ 12 પાસ મહિલા ઉમેદવારો માટે નોકરી
ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ મહિલા ઉમેદવારો માટે નોકરી ની જાહેરાત આવી ગઈ છે જેમાં તમે તમારા ગામ માં જ નોકરી મેળવી શકો છે. આ આંગણવાડી ભરતીમાં રાજય સરકાર દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર
- ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
આંગણવાડી તેડાગર
- ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
આંગણવાડી ભરતીમાં અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર નીચે મુજબ હોવી જોઈએ.
- મિનિમમ ઉંમર: 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ.
- મહત્તમ ઉંમર: 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઓનલાઈન અરજી કરેવી રીતે કરવી
આ ભરતી માટે અરજદારે માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ, https://e-hrms.gujarat.gov.in, પર જઈને અરજી કરવાની રહેશે. જગ્યાઓ માટે e-HRMS પોર્ટલ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.