ગણેશ આયોજકો માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025: પ્રથમ ક્રમને ₹5 લાખનો પુરસ્કાર

Published on: August 22, 2025
Gujarat Best Shri Ganesh Pandal Competition 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

Gujarat Best Shri Ganesh Pandal Competition 2025 : ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’નું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ફોર્મ ક્યાંથી લેવાનું જેની માહિતી આ લેખ માં આપેલ છે.

શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025

શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025 ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે

ઓપરેશન સિંદૂર અને સ્વદેશી 2 થીમ

ઓપરેશન સિંદૂરના દેશભક્તિ આધારિત સુશોભન અને માન. વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ 2 થીમ આધારિત પંડાલની પ્રતિયોગિતા યોજાશે

એક થી ત્રણ ક્રમને પુરસ્કાર

તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને ₹5 લાખ, દ્વિતીયને ₹3 લાખ અને તૃતીયને ₹1.50 લાખ પુરસ્કાર અપાશે.

શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 માં ભાગ લેવા શું કરવું ?

ગણેશ મહોત્સવ 2025 આયોજકો એ પોતાના જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી ફોર્મ મેળવવાનું રહેશે અને ફોર્મ ભરીને સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

Leave a Comment