એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત 19 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે શુભમન ગિલ વાઈસ-કેપ્ટન હશે. આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં 9 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન યુએઈમાં યોજાશે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં છે.
શ્રેયસ ઐય્યર ટીમમાંથી બહાર
એશિયા કપ 2025 ભારતીય ટીમ માટે શ્રેયસ ઐય્યર, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ ટીમમાંથી બહાર, જીતેશ શર્મા, હર્ષિત રાણા અને રિકું સિંહની એન્ટ્રી
ભારતીય ટીમની યાદી
- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જીતેશ શર્મા (વિકેટકીપર)
- જસપ્રિત બુમરાહ
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- કુલદીપ યાદવ
- સંજુ સેમસન (વિકેટકીપર)
- હર્ષિત રાણા
- રિંકુ સિંહ
9 સપ્ટેમ્બરથી શરૂ થશે એશિયા કપ
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી યુએઈને માં શરૂ થઈ જવા રહ્યો છે. આ ટુર્નામેન્ટનું યજમાન ભારત છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે યુએઈ સામે થશે.