જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2025: સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં નોકરી

Published on: August 25, 2025
Primary Gyan Sahayak Recruitment 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

Primary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2025

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે પ્રમાણપત્રો

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

પગાર ધોરણ અને ઉંમર મર્યાદા 

  • જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર ₹21,000/- આપવામાં આવશે અને ઉંમર મર્યાદા મહત્તમ 40 વર્ષ રહેશે

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

ઉમદવાર https://pregyansahayak.ssagujarat.org/ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

Leave a Comment