માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

Published on: August 20, 2025
Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી 2025

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે પ્રમાણપત્રો માટેની સૂચના

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

પગાર ધોરણ અને ઉંમર મર્યાદા 

  • જ્ઞાન સહાયક (માધ્યમિક)
    • ३. 24000
  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)
    • ३. 26000
  • ઉંમર મર્યાદા મહત્તમ 45 વર્ષ રહેશે

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

ઉમેદવારે જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin અને જ્ઞાન સહાયક (માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

ઓન-લાઈન અરજી કરવાની તારીખ: ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ થઈ છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી સુધી કરવાની રહેશે.

Leave a Comment