સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025: વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી

Published on: August 19, 2025
Surat Municipal Corporation Recruitment 2025
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

Surat Municipal Corporation Recruitment 2025: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે નીચે જણાવેલ વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ઠરાવ નં.૪૯૯/૨૦૨૫, તા. ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૧ માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી તા. ૧૧/૦૨/૨૦૨૬ સુધી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફકત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાસુરત મહાનગરપાલિકા
ભરતી વર્ષ2025
પોસ્ટનુ નામવિવિધ શિક્ષક
કુલ ખાલી જગ્યાઓ52
અરજીનો પ્રકારઓનલાઈન
પગાર ધોરણ24000/-
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ11 ઓગસ્ટ 2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ20 ઓગસ્ટ 2025

જગ્યાઓ અને લાયકાત

આ ભરતીમાં કુલ 52 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦’ અને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ ના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુકત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજય પરીક્ષાબોર્ડ ધ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો
  • હવે પછી રાજય પરીક્ષાબોર્ડ દ્વારા TAT(માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો

મેરીટ લિસ્ટ તૈયાર કરવાની પધ્ધતિ

  • રાજય પરીક્ષા બોર્ડ’ દ્વારા માધ્યમિક વિભાગ માટેની TAT(માધ્યમિક)ના પ્રસિધ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે

ભરતીના નિયમો અને શરતો

  • ઉકત જગ્યાઓ માટે સંપુર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી.
  • ઉચ્ચક માનદ વેતન(માસિક) ફિકસ રૂપિયા ૨૪,૦૦૦/- (રૂપિયા ચોવીસ હજાર)
  • કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર ૧૧(અગિયાર) માસનો રહેશે. અગિયાર માસનાં કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

ઉકત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા.૧૧/૦૮/૨૦૨૫ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૦/૦૮/૨૦૨૫ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એકસ-૨૩૧ અથવા એકસ-૨૯૯ ઉપર સંપર્ક કરવો.

Leave a Comment